૧૫ હજારના શુઝ ૪ હજારમાં વેચાતા હોવાનું સાંભળી સીઆઇડી વડા આશિષ ભાટીયા ચોંકી ઉઠયા હતા

૧૫ હજારના શુઝ ૪ હજારમાં વેચાતા હોવાનું સાંભળી સીઆઇડી વડા આશિષ ભાટીયા ચોંકી ઉઠયા હતા

રાજકોટ, તા., ૧૩: દેશની ખુબ જ જાણીતી શુઝ કંપનીનાં શુઝ કે જેની કિંમત રૂપીયા ૧પ હજાર છે તેવી કંપનીનાં શુઝ સુરતમાં ફકત ૪ હજાર રૂપીયામાં મળે છે. તેવી વાત રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયા પાસે પહોંચતા જ તેમને એ સમજતા વાર ન લાગી કે સુરતમાં બ્રાન્ડેડ કંપનીનાં જીન્સ, શર્ટ અને પેન્ટ માફક બ્રાન્ડેડ કંપનીના બનાવટી શુઝ પણ વહેંચાય છે. ચોંકી ઉઠેલા આશીષ ભાટીયાએ સુરતના સીઆઇડી યુનીટ સાથે પોતાના કેટલાક વિશ્વાસુઓને પણ સુરતના અઠવા લાઇન્સ વિસ્તાર (નાનપુરા વિસ્તાર)માં   ખરાઇ અર્થે મોકલ્યા અને   તેમને   જાણ થઇ કે બાતમી તદન સાચી છે.

   આ સાથે જ તેમણે પોતાના ડીટેકટીવ ઇન્સ્પેકટરોને રેડ કરવા મોકલ્યા અને રેડમાં ૪૧ લાખથી વધુ કિંમતના બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા બનાવટી શુઝનો જથ્થો મળી આવ્યો. સીઆઇડી ટીમે દુકાનની સાથોસાથ ગોડાઉનની પણ તલાસી લેતા સહુનો આશ્ચર્ય વચ્ચે બે જાણીતી બ્રાન્ડ પૈકી એકના ૮૦૬ અને બીજાના ૮૮૯ જોડી શુઝનો જથ્થો ગ્રાહકોને પધરાવી દેવા માટે તૈયાર જ હતા.

   દરોડાની કાર્યવાહી દરમ્યાન બ્રાન્ડેડ કંપનીનાં   અદલો  બદલ  ભલ ભલા ભુલ ખાઇ જાય તેવા સ્ટીકરો પણ તૈયાર રાખી બુટમાં લગાડવાની કાર્યવાહી ચાલતી હતી. ઉકત બાબતે તુર્ત જ સીઆઇડી વડાને જાણ કરવામાં આવતા જ તેઓએ દુકાન માલીક સામે કાયદેસર કાર્યવાહી કરી મુદામાલ કબ્જે લેવા આદેશ આપ્યો હતો.