ના.રે.ના.મારૂ પ્રર્ત્યપણ નહિ કરતાઃ ભારતીય જેલો ગંધારી છે

ના.રે.ના.મારૂ પ્રર્ત્યપણ નહિ કરતાઃ ભારતીય જેલો ગંધારી છે

મુંબઇ તા.૮ : લાગે છે કે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાને એ બાબતનો અહેસાસ થઇ ગયો છે કે હવે તેના દિવસો પુરા થવા જઇ રહ્યા છે. તેને એવો અહેસાસ પણ થઇ ગયો છે કે, તેના ભારત પ્રર્ત્યપણથી સંબંધિત ચાલી રહેલા કેસમાં ફેંસલો તેની વિરૂધ્ધ આવશે અને તેને ભારત પરત ફરવુ પડશે. કદાચ આ જ કારણે તાજેતરની સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે બ્રિટીશ કોર્ટમાં ભારતીય જેલોની ખરાબ પરિસ્થિતિની સ્થિતિ જણાવી હતી. લંડનના વેસ્ટમીનસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાના પક્ષકારે કહ્યુ હતુ કે, પ્રર્ત્યપણને પડકાર આપવાના હેતુથી ભારતમાં જેલોની ખરાબ હાલત પણ એક મહત્વનું બીંદુ છે.

   ભારત સરકારને પણ લાગે છે કે, વિજય માલ્યા જેલોની સારી સ્થિતિ નથી તેવા જોરશોરથી ઢોલ વગાડી રહ્યો છે એવામાં ગૃહ મંત્રાલયના સચિવ રાજીવ મહર્ષીએ ર૩ જુનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુમિત મ્યુલીકને પત્ર લખી રાજયમાં જેલોની સ્થિતિને લઇને કેટલીક પુછપરછ કરી હતી. એવી સંભાવના છે કે વિજય માલ્યા પકડાય એટલે તેને આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવશે. માલ્યા પ્રર્ત્યપણ રોકવા માટે ધમપછાડા કરી રહ્યો છે. ઇડીના ઉચ્ચ અધિકારીએ આ કેસમાં તપાસ કરી રહ્યા છે.

   કોર્ટે હવે પછીની સુનાવણી ૪ ડિસેમ્બર રાખી છે. માલ્યાને શરતી જામીન મળેલા છે. તેના ઉપર ૯૦૦૦ કરોડનું વિવિધ બેંકોનું લેણુ છે.