જૌનપુરમાં ગોઝારો અકસ્માત

જૌનપુરમાં ગોઝારો અકસ્માત

અલાહાબાદથી ચીક્કાર મુસાફરો ભરેલી એક રોડવેઝ બસ જૌનપુર તરફ જઈ રહી હતી. ત્યારે જ સઈ નદીમાં ખાબકી ગઈ જેમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં 7 પુરુષો અને એક મહિલા સામેલ હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 35 લોકો ઘાયલ થયા છે.

જૌનપુરના બરગુદર (સિકરારા) પુલ પરથી અલાહાબાદની સિવિલ લાઈન્સ ડેપોની બસ જે અલાહાબાદથી જૌનપુર જઈ રહી હતી તે સીધી સઈ નદીમાં ખાબકી. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકુ આવી ગયું અને પછી સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના ઘટી.