ભારતે ટ્રમ્પ સરકારને ઝાટકો આપ્યો

ભારતે ટ્રમ્પ સરકારને ઝાટકો આપ્યો

સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 16 હેલિકોપ્ટર ખરીદવાનો સોદો રદ કરી દીધો છે. હેલિકોપ્ટરની કિંમતને લઇને સંમતિ ન સધાતા મોદી સરકારે આ નિર્ણય લીધો છે. ઇન્ડિયન નેવી માટે 16 હેલિકોપ્ટર ખરીદવા માટે અમેરિકન કંપની સિકોરસ્કી એરક્રાફ્ટ સાથે 6500 કરોડ રૂપિયામાં આ સોદો થયો હતો.

હવે સંરક્ષણ મંત્રાલયે સૈન્ય ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને રક્ષા ક્ષેત્રમાં ઇમ્પોર્ટ ઓછી કરવામાં આવે. PM મોદીની અમેરિકા મુલાકાત પહેલાં જ રક્ષા મંત્રાલયનો આ નિર્ણય સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોદી 25 જૂને અમેરિકાની મુલાકાતે રવાના થવાના છે જ્યાં તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક યોજશે.