મજૂરોમાં લૂંટમલૂંટ

મજૂરોમાં લૂંટમલૂંટ

 ફરૃખાબાદ જિલ્લાના શમસાબાદ વિસ્તાર નજીકના બૈરમપુર ગામમાં સરકારની મનરેગા યોજના હેઠળ નિર્માણ થઇ રહેલા એક રોડના કા માટે નજીકની જમીનમાંથી ખોદીને માટી લેવાતી હતી.ત્યારે એક ૫૫ પુરાતન સિક્કા ભરેલી એક માટલી મળી આવતા મજૂરોમાં સિક્કાની ખેંચમકેંચ મચી હતી જેમાં કેટલાક સિક્કા લઇને નાસી છુટયા. 

આ બાબતની પોલીસને જાણ થતા તેમણે ઘટના સ્થળે જઇને સિક્કા કબજે લેવા ઉપરાંત સિક્કા લઇને નાસી છુટેલા મજૂરોને પણ ઝડપી લીધા હતા. આ સિક્કાઓ અષ્ટધાતૂના હોવાનું જણાયું હતું. મજૂરો ૩૬ સીક્કા લઇને ભાગી ગયા હતા તે પણ પરત મેળવી લેવાયા હતા. આ સિક્કામાં ઉર્દુમાં કોઈ લખાણ કરેલું છે, તેનું વજન પાંચ-છ ગ્રામ છે