ખેડૂતોને દેવા માફી અંગે અલ્પેશે જંગ છેડયોઃ ૨૦૦ની અટકાયત

ખેડૂતોને દેવા માફી અંગે અલ્પેશે જંગ છેડયોઃ ૨૦૦ની અટકાયત

 અમદાવાદ તા. ૭ : ગુજરાતના ખેડૂતોના દેવા માફીની માગ સાથે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી રેલી કાઢવા બદલ અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર સહિત ૨૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કર્યું હતું. જોકે પોલીસે આ રેલીને મંજૂરી નહોતી આપી. તેમ છતાં અલ્પેશ ઠાકોર દ્વારા રાજય સરકાર વિરુદ્ઘ રેલીનું આયોજન કરતાં પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિત ૨૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

   ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતના ખેડૂતો પણ દેવા માફીની માંગ કરી રહ્યા છે. ત્યારે દેવા માફીના મુદ્દે આજે અલ્પેશ ઠાકોર અને સાગર રબારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કાઢવામાં આવનાર આ રેલીમાં પરમિશન ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના વાવડ મળે છે. અલ્પેશ ઠાકોર સહિત ૨૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.