ડિસ્ટ્રિક્ટ બેન્કોએ હાથ ઊંચા કરી દીધા

ડિસ્ટ્રિક્ટ બેન્કોએ હાથ ઊંચા કરી દીધા

 રૃ.૧૦ હજારની લોન પૂરી પાડવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે આપ્યો હોવા છતાં અનેક ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેન્ક (ડીસીસીબી) એ લોન વિતરીત કરવાનો ઈનકાર કર્યો છે. આ બેન્કોએ જણાવ્યું હતું કે આવી લોન આપવા માટે તેમની પાસે નાણા નથી. તેમના જણાવ્યા પ્રમાણે તેમની પાસે રદ કરાયેલી રૃ.ત્રણ હજાર કરોડની ચલણી નોટો છે. જેને ભારતીય રીઝર્વ બેન્ક (આરબીઆઈ)એ બદલી આપવાનો ઈનકાર કર્યો હતો.

સાત દિવસ અગાઉ, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના નોંધાયેલા ૧.૩૭ કરોડ ખેડૂતોની લોન માફ કર્યાનું જાહેર કર્યું હતું. તેણે ખેડૂતોને રૃ.૧૦ હજારની વચગાળાની લોન પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો જેથી ખેડૂતો ખરીફ (ચોમાસા) મોસમ માટેના પાકની વાવણી શરૃ કરી શકે. રૃ.૧૦ હજારની વચગાળાની લોન લોન માફી પેકેજના ભાગરૃપ હશે અને તે રકમ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા ધરાવતી આખરી લોન માફી સામે સરભર (એડજેસ્ટ) કરવામાં આવશે.