દાર્જિલિંગમાં દેખાવો યથાવત્

દાર્જિલિંગમાં દેખાવો યથાવત્

અલગ ગોરખાલેન્ડની માગણી સાથે શરૃ થયેલી હિંસાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. છેલ્લા એક સપ્તાહથી અહીં ઠેર ઠેર નાની મોટી હિંસાઓ થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં એક સુરક્ષા અધિકારી સહીત પાંચ લોકો માર્યા ગયા છે. બીજી તરફ સ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે આ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરી દીધી છે જેને પગલે આંદોલનકારીઓમં રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આંદોલનકારી સંગઠન ગોરખા જનમુક્તિ મોર્ચાએ હિંસા દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા આંદોનકારીઓના મૃતદેહો સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

રવિવારે પણ કેટલાક વિસ્તારોમાં આગજનીની ઘટનાઓ બની હતી. જ્યારે અહીંના સેન્ટ્રલ ચોકબજારમાં હજારો પ્રદર્શનકારીઓ પોતાના માર્યા ગયેલ સાથીઓના મૃતદેહો સાથે વિરોધ પ્રજર્શન કર્યા હતા. તિરંગો અને કાળા વાવટા સાથે આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ કાબુ બહાર જતા સુરક્ષા વધારી દેવામાં આવી છે.