અનંતનાગ હુમલાના મૃતકોને-ઘાયલોને લઇ ખાસ વિમાન સુરત આવ્યું : CM દ્વારા શ્રધ્ધાંજલી

અનંતનાગ હુમલાના મૃતકોને-ઘાયલોને લઇ ખાસ વિમાન સુરત આવ્યું : CM દ્વારા શ્રધ્ધાંજલી

સુરત તા.૧૧ : અમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો. જેમાં ૭ યાત્રાળુઓના મોત થયા છે. અને ૧૯ જેટલા ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતનીઓ છે. ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-૧૩૨ દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ઘાંજલી આપી હતી.

   અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. ત્યારે મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતાં. વિજય રૂપાણીએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ઘાંજલી આપતા જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને ૧૯ જટેલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને ૧૦ લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તનોને ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા. વીરતા પુરસ્કાર માટે ભલામણ થશે.

   બસના ડ્રાઈવર સલીમે જણાવ્યું કે, અંધારૂ થઈ ગયું હતું. અને અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. જેથી આ આતંકવાદી હુમલો હોવાની જાણ થઈ ગઈ હતી. ગોળીઓ છૂંટતી રહી પણ હું બસ ચલાવતો રહ્યો હતો. સીટ નીચે નમી જતા હું બચી ગયો હતો. મારા માલિકે મને હિંમત આપતા લોકોને સલામત સ્થળે લઈ જઈ શકયો હતો.