ડે.સીએમના ઘરે પહોંચી CBIની ટીમ

 ડે.સીએમના ઘરે પહોંચી CBIની ટીમ

કહેવાય છે કે CBI ટોક ટૂ એકે મામલે પૂછપરછ કરી રહી છે. આ બાજુ CBI પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ તેને રેડ ગણાવી છે. મનિષ સિસોદીયના સલાહકાર અરુણોદય પ્રકાશે ઉપરાઉપરી ટ્વિટ કરીને બળાપો કાઢ્યો છે. જો કે સીબીઆઈએ સ્પષ્ટ કહી દીધુ છે કે આ કોઈ રેડ નથી. સીબીઆઈને કેટલાક મુદ્દાઓ પર સિસોદીયાનું સ્પષ્ટીકરણ જોઈએ છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે એક બાજુ જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોસ્પિટલોની તપાસ કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ સીબીઆઈએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના ઘરે રેડ મારી દીધી છે. આ અગાઉ પણ કેજરીવાલના ઘરે દરોડા પડ્યાં હતાં. પરંતુ જો કેન્દ્રને એમ લાગે છે કે આવું કરવાથી મનિષ સિસોદીયા ડરી જશે તો તે બિલકુલ ખોટુ છે.


Loading...