બિહાર: હાજીપુરમાં મોટી રેલ દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 7ના મોત

બિહાર: હાજીપુરમાં મોટી રેલ દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 7ના મોત

બિહારના હાઝીપુરમાં મોટી રેલ દુર્ઘટના સર્જાય છે. દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પાટા પરથી ઉતરી ગયા છે જેમાં 7 લોકોના મોત થયાં છે. જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે.

રેલવે અધિકારીએ જણાવ્યુ કે, સામાન્ય શ્રેણીનો એક કોચ, એ.સી.નો એક કોચ B3, સ્લીપર કોચના S8, S9, S10 અને અન્ય ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા છે. મળતી જાણકારી પ્રમાણે સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પાટા પરથી ઉતરી ગઇ છે. આ દુર્ઘટના સોનપુર ડિવિઝનમાં થયો.

દુર્ઘટના સ્થળે નજીકના હોસ્પિટલોની ડોક્ટરોની ટીમ પહોંચી ચૂકી છે. જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે રિલિફ ટ્રેન પણ રવાના થઇ ચૂકી છે, જેમાં રાહત ઘાયલો માટે સામગ્રી અને મદદ પહોંચાડવામાં આવી છે. તેમજ NDRFની 2 ટીમો પણ બચાવકાર્ય માટે રવાના કરવામાં આવી છે.