ખોખડદળ નદીમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

ખોખડદળ નદીમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

 રાજકોટઃ ખોખડદળમાં રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૨૦ની સામેની તરફ નદીમાંથી આજે સવારે અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવતાં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. જ. પરમાર અને રાઇટર નરેશભાઇએ બનાવ સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો છે.  આશરે ૪૫ થી ૪૮ વર્ષના આ પુરૂષ રાત્રે નદીમાં તણાઇ ગયાની શક્‍યતા છે. તેણે બ્‍લુ રંગનું પેન્‍ટ અને લાઇનીંગ વાળુ શર્ટ પહેર્યુ છે. અ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.