દુનિયાના સૌથી વૃદ્ધ યુ-ટ્યૂબર મસ્તનમ્માનું 107 વર્ષની વયે અવસાન

દુનિયાના સૌથી વૃદ્ધ યુ-ટ્યૂબર મસ્તનમ્માનું 107 વર્ષની વયે અવસાન

દુનિયાના સૌથી વૃદ્ધ યુ-ટ્યૂબર મસ્તનમ્મા 107 વર્ષની ઉંમરે નિધન થયું હતુ. આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના નાના ગામમાં રહેતા મસ્તનમ્મા તેમના સ્વાદિષ્ટ ભોજન અને કામ કરવાના જુસ્સાને લઈને સોશિયલ મીડિયા પર ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં. તેમના યુ-ટ્યૂબ ચેનલમાં અત્યાર સુધી 12 લાખથી વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. મસ્તનમ્માએ ખેતરની વચ્ચે પોતાનું કિચન બનાવ્યું હતું. તે લાકડાના ચૂલા પર ભોજન રાંધતા અને તેના માટે તે ફક્ત સૂકા પાંદડા અને લાકડાનો ઉપયોગ કરતા હતા. તે ચિકન બર્ગર અને કેએફસી ચિકનની પારંપરિક શૈલી પણ બનાવતા હતા. એગ ઈન ટોમેટો ઉપરાંત તેમના સૌથી લોકપ્રિય વીડિયોમાં વોટરમેલન ચિકન સામેલ છે. તેને યુ-ટ્યૂબર પર એક કરોડ વખત જોવામાં આવ્યો હતો. મસ્તનમ્મા પૌત્ર લક્ષ્મણ અને તેમના મિત્ર શ્રીનાથ રેડ્ડીએ દેશભરના ભોજન રાંધનારા બેચલર્સ પર એક યુ-ટ્યૂબ ચેનલ બનાવવાનો નિર્ણય કર્યો અને આવી રીતે ઓગસ્ટ 2016માં કન્ટ્રી ફૂડ્સ નામે આ ચેનલની શરૂઆત થઈ કરી હતી.