લાલુ યાદવના પુત્રનું એલાનઃ બિહારની ઈંટોથી અયોધ્યામાં  રામ મંદિર બનાવીશું

લાલુ યાદવના પુત્રનું એલાનઃ બિહારની ઈંટોથી અયોધ્યામાં  રામ મંદિર બનાવીશું

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન આપ્યું છે. તેજપ્રતાપ યાદવે CM નીતિશ કુમારના ગૃહ નાલંદામાં એક જનસભા સંબોધતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે કહ્યું કે, 'જો આગામી સમયમાં બિહારમાં RJDની સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક-એક ઈંટ યુપી લઈ જશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું. શુક્રવારે નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી.