ફ્યુલના ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી: રવિશંકર પ્રસાદ

ફ્યુલના ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી: રવિશંકર પ્રસાદ

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના વિરોધમાં આજે કોંગ્રેસના ભારત બંધ પર ભાજપે નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓઈલના વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ઓઈલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધારામાં સરકારનો કોઈજ હાથ નથી.
રાજસ્થાનના મંત્રી રાજકુમાર રિનવાએ કહ્યું કે, વર્લ્ડ માર્કેટમાં જે ક્રુડના ભાવ હોય છે તે પ્રમાણે જ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હોય છે. સરકાર પ્રયાસ કરી રહી છે, આટલાં ખર્ચાઓ છે, ચારે બાજુ પૂરા છે, એટલી ખપત છે, જનતા સમજતી નથી કે ક્રુડના ભાવ વધે તો કેટલાંક ખર્ચાઓ ઓછા કરી દે. જ્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, જ્યારે ક્રુડ ઓઈલના ભાવ વધે છે તો પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી પડે. આ માઈક્રો-ઇકોનોમિક્સ હોય છે. પણ હું આ માઈક્રો-ઇકોનોમિક્સના પક્ષમાં નથી.