તૂર્કીના પ્રમુખનો ભારત પ્રવાસનો બીજો દિવસ

તૂર્કીના પ્રમુખનો ભારત પ્રવાસનો બીજો દિવસ

તુર્કીના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આતંકવાદ સહિતના મુદ્દે વિગતવાર મંત્રણા કરી હતી. અર્દોગને સુકમાનાં નકસલી હુમલાની નિંદા કરી હતી. બંને દેશો વચ્ચે ટેલિકોમ સહિત ત્રણ કરાર થયા હતાં. મોદીએ તુર્કીના ડેલીગેશનને જણાવ્યું હતું કે  ભારતમાં આ અગાઉ ક્યારેય રોકાણની આટલી સારી તકો ઉપલબ્ધ ન હતી.

 

બંને નેતાઓની મંત્રણા પૂર્ણ થયા પછી બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું હતું કે બંને દેશોએ સાથે મળીને કાર્ય કરવા માટે સહકાર વધારવાનો નિર્ણય લીધો છે.  પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠનોના સંદર્ભમાં મોદીએ જણાવ્યું હતું કે આતંકી નેટવર્ક અને તેમને મળતી નાણાકીય સહાય બંધ કરવા માટે વિશ્વના તમામ દેશોએ સાથે મળીને કાર્ય કરવાની જરૃર છે. 

 

આતંકવાદીઓને આશ્રય અને મદદ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પણ બંને નેતા સંમત થયા હતાં.  ૨૪ એપ્રિલે સુકમામાં નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર કરેલા હુમલાની નિંદા કરતા અર્દોગને જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઇમાં તુર્કી હંમેશા ભારતની પડખે ઉભું રહેશે.