નવી દિલ્હીઃ હેલિકોપ્ટરમાંથી નીચે પડતા સેનાના 3 જવાન ઘાયલ, તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીઃ હેલિકોપ્ટરમાંથી નીચે પડતા સેનાના 3 જવાન ઘાયલ, તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીમાં આર્મી ડે માટે કરવામાં આવી રહેલી પ્રેક્ટિસ દરમિયાન સેનાના ત્રણ જવાન હેલિકોપ્ટરમાંથી પડીને ઘાયલ થઇ ગયા. જોકે તેઓ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જવાનો એક દોરડાની મદદથી હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે જ દોરડું અચાનક ખૂલી ગયું હતું, હેલિકોપ્ટરમાં લગાવેલા બૂમમાં ગરબડ હોવાને કારણે આવું થયું. આ ઘટના 9 જાન્યુઆરીની છે પરંતુ તેની જાણકારી ગુરુવારે આપવામાં આવી હતી. સેનાએ મામલાની તપાસના આદેશ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના 15 જાન્યુઆરીના રોજ પોતાનો આર્મી ડે ઊજવશે. આ દિવસે સ્પેશિયલ પરેડ યોજવામાં આવે છે. જવાન દિલ્હીમાં તેની જ તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.