CRPF કેમ્પ હુમલોઃ સેના અને આતંકીઓ વચ્ચે 28 કલાકથી અથડામણ ચાલુ

CRPF કેમ્પ હુમલોઃ સેના અને આતંકીઓ વચ્ચે 28 કલાકથી અથડામણ ચાલુ

શ્રીનગરઃ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે છેલ્લાં 28 કલાકથી અથડામણ ચાલી રહી છે. સોમવારે આતંકીઓએ CRPF કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા હતા. આતંકી એક બિલ્ડિંગમાં છુપાયેલાં છે. કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. બંને આતંકી હુમલાની જવાબદારી લશ્કર-એ-તોઈબાએ લીધી છે. આ વચ્ચે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'સુંજવાં આર્મી કેમ્પ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાન બેઝ્ડ જૈશ-એ-મોહમ્મદનો ચીફ અઝહર મસૂદ છે.