મધ્યપ્રદેશ: પતિએ તલાક આપ્યા પછી દોઢ મહિનાના પુત્ર સાથે ટ્રેક પર સૂઇ ગઇ

મધ્યપ્રદેશ: પતિએ તલાક આપ્યા પછી દોઢ મહિનાના પુત્ર સાથે ટ્રેક પર સૂઇ ગઇ

અલ્હાબાદની તબસ્સુમ શનિવારે ગોરખપુર-એલટીટી કાશી એક્સપ્રેસથી મુંબઇ જઇ રહી હતી. અચાનક મધ્યપ્રદેશના નેપાનગર સ્ટેશને ઉતરી અને પોતાના દોઢ મહિનાના દીકરાને છાતી સરસો ચાંપીને ટ્રેક પર સૂઇ ગઇ. ત્યારે જ સામેથી આવતી પુષ્પક એક્સપ્રેસ 100ની સ્પીડે મહિલાની ઉપરથી પસાર થઇ ગઇ. તબસ્સુમના સદનસીબે તેને કે પુત્રને નાનો એવો ઘસરકો પણ ન પડ્યો. નેપાનગરમાં પુષ્પક એક્સપ્રેસનું સ્ટોપેજ નથી. ઘટના દરમિયાન સ્ટેશન પર અફડાતફડી મચી ગઇ. ટ્રેન પસાર થઇ ગયા બાદ લોકો તબસ્સુમ અને તેના પુત્રને જીવતા જોઇને સ્તબ્ધ રહી ગયા. તબસ્સુમે જીઆરપીના જવાનોને પૂછપરછમાં જણાવ્યું કે તેના પતિએ તલાક આપી દીધા છે, જેથી તે ખૂબ તણાવમાં છે. જેના કારણે તેણે રેલની પટરી પર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.