આંધ્રપ્રદેશઃ કૃષ્ણા નદીમાં પર્યટકોની હોડી ડૂબી, 9 લાપતા

આંધ્રપ્રદેશઃ કૃષ્ણા નદીમાં પર્યટકોની હોડી ડૂબી, 9 લાપતા

અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા જિલ્લાના ફેરી ગામે રવિવારે અકસ્માત સર્જાયો હતો.  રવિવારે સાંજે કૃષ્ણા નદીમાં એક હોડી ઊંધી થઇ જવાને કારણે બે મહિલાઓ સહિત 26 પર્યટકોના ડૂબી જવાની આશંકા છે. નવ લોકો લાપતા છે. 15 લોકોને માછીમારોએ બચાવી લીધા હતા. એનડીઆરએફની ટીમે લાપતા લોકોની શોધ આદરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના અહીંથી 13 કિલોમીટર દૂર ફેરી ગામ ખાતે પ્રકાશમ બંધના ઉપરના ભાગમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓના સંગમ સમીપ થયો હતો. હોડી પર કુલ 38 લોકો સવાર હતા. તેઓ પિકનિક મનાવવા ગયા હતા.એક નાવિકના અનુસાર કૃષ્ણા-ગોદાવરી સંગમની ઝલક જોવા માટે બધા લોકો હોડીની એક તરફ એકઠા થઇ ગયા હતા અને તે કારણે દુર્ઘટના સર્જાઇ હતી.