સત્તા કોઇના બાપની નથી, જે અમને આવતા રોકી લેશેઃ હાર્દિક 

સત્તા કોઇના બાપની નથી, જે અમને આવતા રોકી લેશેઃ હાર્દિક 

નવી દિલ્હી: મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત કોન્ક્લેવના બીજા દિવસના એક સત્રમાં ગરમા-ગરમીભરી ચર્ચા ચાલુ હતી તે દરમિયાન ગુજરાતના નેતા હાર્દિક પટેલે કહ્યું કે સત્તા કોઇના બાપની નથી જે અમને તેમાં આવતા રોકી લેશે. ચર્ચા કન્હૈયા કુમારના ભણતરથી લઇને હાર્દિક પટેલની બહેનના લગ્ન સુધી પહોંચી ગઇ. ઇન્ડિયા ટુ઼ડે કોન્ક્લેવના બીજા દિવસના એક મહત્વના સત્ર 'ધ યંગ તુર્ક્સ: ધ ફ્યુચર ઑફ આઇડેન્ટિટી પોલિટિક્સ' માં સામાજિક-રાજકીય કાર્યકર્તા, હાર્દિક પટેલ, JNUના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, JNUના પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ, BJYMના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ રોહિલ ચહલ અને લેખિકા તેમજ સ્તંભકાર શુભ્રસ્થાની વચ્ચે જબરદસ્ત ગરમા-ગરમીભરી ચર્ચા થઇ હતી.