તમિળનાડુ સરકારે વિધાનસભામાં જયલલિતાનો ફોટો મુક્યો

તમિળનાડુ સરકારે વિધાનસભામાં જયલલિતાનો ફોટો મુક્યો

ચેન્નઇ: તમિળનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે સોમવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો ફોટો મુકવામાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ પી.ધનપાલે મુખ્યમંત્રી ઇ.કે.પલાનીસામી અને ગૃહના નેતા તેમ જ ઉપમુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમની હાજરીમાં 7 ફૂટ ઊંચા અને 5 ફૂટ પહોળા પોર્ટ્રેટનું અનાવરણ કર્યું હતું. વિધાનસભા હોલમાં સંત કવિ તિરુવલ્લુવર, સમાજ સુધારક પેરિયાર અને ભારતના બંધારણ ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર ઉપરાંત રાજ્યના અત્યાર સુધીના બધા દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનાં પોર્ટ્રેટ લાગેલાં છે.