આવતીકાલે ફરીથી ખૂલશે સબરીમાલા મંદિર, મહિલા પત્રકારો ના આવેઃ હિન્દુ સંગઠનો

આવતીકાલે ફરીથી ખૂલશે સબરીમાલા મંદિર, મહિલા પત્રકારો ના આવેઃ હિન્દુ સંગઠનો

સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ફરીથી ખોલવામાં આવશે. મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં ત્રણ દિવસ માટે 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર 2,300 આર્મી જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે. બીજી તરફ, હિન્દુ સંગઠનોએ મીડિયા સંસ્થાઓને ન્યૂઝ કવર માટે મહિલા પત્રકારોને નહીં મોકલવાની અપીલ કરી છે.
સબરીમાલા કર્મ સમિતીએ આ અપીલ જાહેર કરી છે. આ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એક્યાવેદી સહિત અનેક રાઇટ-વિંગ સંગઠનોનો સંયુક્ત મંચ છે. સબરીમાલા કર્મ સમિતિ સતત મંદિરમાં મહિલાઓના પ્રવેશના નિર્ણયનો વિરોધ કરી રહી છે. હિંદુ સમિતિએ સંપાદકો (એડિટર્સ)ને લખેલા પત્રમાં 10થી 50 વર્ષ સુધીની મહિલા પત્રકારોને નહીં મોકલવાની અપીલ કરી છે. મહિલા પત્રકારોને આવવાથી સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશનો ફેંસલો આપ્યો હતો.