હાઈકોર્ટે થિયેટરોને પૂછ્યું, બહારના ખાદ્ય પદાર્થો કેમ ન લઈ જઈ શકાય

હાઈકોર્ટે થિયેટરોને પૂછ્યું, બહારના ખાદ્ય પદાર્થો કેમ ન લઈ જઈ શકાય

થિયેટરમાં દર્શકોને ઘરેથી ખાદ્યપદાર્થો લાવવાની મનાઈ કરવાના આદેશ પાછળ ચોક્કસ શું કારણ છે, કયા તર્કના આધારે આ આદેશ કાઢવામાં આવ્યો એનું સ્પષ્ટીકરણ કરવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો હતો. એના માટે ત્રણ અઠવાડિયાની મુદત આપવામાં આવી હતી. થિયેટરમાં બહારના ખાદ્યપદાર્થો લાવવા પર પ્રતિબંધ બાબતે કોઈ કાયદેસર જોગવાઈ નથી. મલ્ટિપ્લેક્સમાં દર્શકોને ખાદ્યપદાર્થો લાવવા માટે કરેલી મનાઈ કાયદેસર કેવી રીતે છે? એવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો હતો. દર્શકોને થિયેટરમાંથી જ ખાદ્યપદાર્થો વેચાતા લેવાનું ફરજિયાતપણું કઈ જોગવાઈને આધારે કરી? એ બાબતે ખુલાસો કરવાનો આદેશ પણ હાઈ કોર્ટે ફડણવીસ સરકારને આપ્યો હતો. મલ્ટિપ્લેક્સમાં બહારના ખાદ્યપદાર્થો લાવવાનો પ્રતિબંધ મૂકતા નિર્ણયનો વિરોધ કરતી અરજી જૈનેન્દ્ર બક્ષીએ એડવોકેટ આદિત્ય પ્રતાપને કરી હતી.