અખાડા પરિષદે 14 ઢોંગી અને નકલી બાબાઓનું લિસ્ટ જાહેર કર્યું

અખાડા પરિષદે 14 ઢોંગી અને નકલી બાબાઓનું લિસ્ટ જાહેર કર્યું

અખિલ ભારતીય અખાડા પરિષદે ઢોંગી બાબાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. ઈલાહાબાદમાં રવિવારે આ મુદ્દા અખાડા પરિષદની બેઠક થઈ હતી, જેમાં લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મીટિંગ ઈલાહાબાદમાં સવારે 11 કલાકે થઈ હતી. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ આવા 14 બાબાઓનું લિસ્ટ જાહેર કર્યું છે, જે ધર્મના નામ પર ઢોંગી થઈને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.

આ છે 14 નકલી બાબા
1. આસારામ બાપુ ઉર્ફે આશુમલ શિરમલાની
2. સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા
3. સચ્ચિદાનંદ ગિરી ઉર્ફએ સચિન દત્તા
4. ગુરમીત રામ રહીમ સિંહ
5. ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા
6. નિર્મલ બાબા ઉર્ફે નિર્મલજીત સિંહ
7. ઈચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી
8. સ્વામી અસીમાનંદ
9. ઓમ નમ શિવાય બાબા
10. નારાયણ સાઈ
11. રામપાલ
12. આચાર્ય કુશમુનિ
13. બૃહસ્પતિ ગિરી
14. મલખાન સિંહ

સંતની ઉપાધિ પર નિર્ણય
અખિલ ભારતીય અખાડા પરિષદે સંતની ઉપાધિ આપવા માટે એક પ્રક્રિયા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી ગુરુમીત રામ રહીમ સિંહ જેવા લોકો તેનો ખોટો ઉપયોગ કરતા રોકી શકાય. હવે કોઈ પણ વ્યક્તિની તપાસ કરીને અને તેનું આકલન કર્યા બાદ જ તેને ઉપાધિ આપવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, સંતોની વચ્ચે એ ભાવના છે કે, એક કે બે ધાર્મિક નેતાઓનો ખોટા કામોને કારણે આખા સંત સમુદાયની છબી ખોટી રીતે બતાવાઈ રહી છે. સંતની ઉપાધિ આપતા પહેલા અખાડા પરિષદ એ પણ જોશે કે, વ્યક્તિની જીવનશૈલી કેવા પ્રકારની છે. અખાડા પરિષદના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે, તેમણે એ નિર્ણય લીધો છે કે, એક સંતની પાસે નકદી કે તેના નામની કોઈ સંપત્તિ નહિ હોય.
જાનથી મારવાની ધમકી મળી
આ બેઠક પહેલા જ પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીને જાનથી મારવાની ધમકી મળી હતી. અખાડા પરિષદની બેઠકથી એક દિવસ પહેલા ગિરીએ ફોન પર ખુદને જાનથી મારવાની ધમકી મળી રહી છે તે વિશે જણાવ્યું હતું. આ સંબંધમાં તેમણે દારાગંજ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત શખ્સ સામે એફઆઈઆર દાખલ કરાવી છે.
નરેન્દ્ર ગિરીએ જણાવ્યું કે, ગત ત્રણ દિવસોથી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ફોન કરનારાઓ ખુદને બળાત્કારના મામલે જેલમાં બંધ આસારામનો શિષ્ય જણાવે છે. તેમણે જણાવ્યું કે, ત્રણ અલગ અલગ મોબાઈલ નંબરોથી ફોન દ્વારા તેમને ધમકી મળી રહી છે.