J&Kના પંપોરમાં આર્મીના કાફલા પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

J&Kના પંપોરમાં આર્મીના કાફલા પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લામાં બપોરે આર્મીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ પમ્પોરમાં આર્મી કાફલા પર હુમલો કરતા 3 જવાનોના શહીદ થવાના અહેવાલ છે. અમુક જવાનોને ઈજા થઈ છે.

 

 

સર્ચ ઓપરેશન હાથ ધરાયું


- ન્યૂઝ એજન્સી અનુસાર, હુમલો શ્રીનગરથી 10 કિ.મી. દૂર નેશનલ હાઈવે પર થયો હતો. ઈજાગ્રસ્ત જવાનોને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- એક અધિકારી અનુસાર, પંપોરના કદલાબલમાં આર્મી પર ગોળીબાર કરવામાં આવ્યો છે.
- આર્મીએ વિસ્તારને ઘેરી આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 
- આ વર્ષે પઠાનકોટ, ઉરી તથા નગરોટમાં આર્મી હેડક્વાર્ટર પર મોટા હુમલા થયા છે.

- આ હુમલાઓમાં 2 અધિકારી સહિત 31 જેટલા જવાનો શહીદ થયા હતા. જ્યારે 11 આતંકીઓને ઠાર મરાયા હતા.