સુરેશ પ્રભુએ આપ્યુ રેલ મંત્રીમાથી રાજીનામુ, પીયૂષ ગોયલ નવા રેલ મંત્રી

સુરેશ પ્રભુએ આપ્યુ રેલ મંત્રીમાથી રાજીનામુ, પીયૂષ ગોયલ નવા રેલ મંત્રી

નવા મંત્રીઓની શપથવિધિની ગણતરીની મિનિટોમાં જ રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને રેલ મંત્રાલય છોડવાની જાહેરાત
કરી હતી. દેશના નવા રક્ષા મંત્રી તરીકે નિર્મલા સીતારામનની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી
1975માં ડિફેન્સ મિનિસ્ટર રહી ચૂક્યા છે. પીયૂષ ગોયલને રેલ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના 20
મહિના પહેલા મોદી કેબિનેટનું આ અંતિમ વિસ્તરણ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયાની ગણતરીની મિનિટોમાં જ રેલ મંત્રી
સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને મંત્રાલય છોડ્યું હોવાની જાણ કરી હતી. તેમણે લખ્યું, સહકાર અને પ્રેમ આપવા બદલ રેલવેના
13 લાખથી વધુ ફેમિલીનો આભાર. તમારી સાથે વીતાવેલી ક્ષણો યાદ રહેશે. તમામને શુભેચ્છા.