PM મોદી સામે તપાસની માગણી કરતી અરજી સુપ્રીમે ફગાવી

PM મોદી સામે તપાસની માગણી કરતી અરજી સુપ્રીમે ફગાવી

આવકવેરાની રેડમાં મળેલી સહારા અને બિરલાની ડાયરીઓની તપાસના કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાંક રાજનૈતિક નેતાઓના નામો સામે આવ્યા હતા. આ ડાયરીઓમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તત્કાલીન  મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નામ હોવાની વાત કરવામાં આવી હતી.  ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ  અમિતાભ રોયની ખંડપીઠે કોમન કોઝ અને એટર્ની જનરલ મુકુલ રોહતગીની દલીલો સાંભળીને આ કેસમાં ઉચ્ચ અદાલતે કહ્યું કે તેની તપાસનો આદેશ દેવા માટે પૂરતા પૂરાવા નથી.

ઉલ્લેખનિય છે કે આવકવેરાની એક  રેડમાં સહારાની ઓફિસમાંથી એક ડાયરી મળી હતી જેમાં કથિત રૂપે એમ લખ્યું છે કે વર્ષ 2003માં ગુજરાતના મુખ્યમંત્રીને 25 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ સિવાય ત્રણ મુખ્યમંત્રીઓને પણ લાંચ આપવામાં આવી હતી.

સોર્સ:સંદેશ ન્યૂઝ