સગીર પતની સાથે શારીરિક સંબંધ હવેથી બળાત્કાર કહેવાશે: સુપ્રીમ કોર્ટ

સગીર પતની સાથે શારીરિક સંબંધ હવેથી બળાત્કાર કહેવાશે: સુપ્રીમ કોર્ટ

બુધવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઈ પણ પુરુષના 18 વર્ષથી નીચેની તેની પત્ની સાથે જાતીય સંબંધને બળાત્કાર કહેવામાં આવશે.

હવેથી સગીર પત્ની સાથેના શારીરિક સંબંધો સજાપાત્ર ગુનો ગણાશે.

જસ્ટિસ મદન બી. લોકુર અને દિપક ગુપ્તાએ ફૂલ 127 પેજના ચુકાદા આપ્યા અને ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 375(2) જેમાં 15થી 18 વર્ષની પત્ની સાથે કોઈ વ્યકતિ સેક્સ માણે તો તેને દુષ્કર્મ ગણવામાં આવતું નતું. બાળવિવાહના કાયદા મુજબ લગ્ન માટે મહિલાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જરૂરી છે. કોર્ટના ચુકાદા મુજબ જો સગીર પત્ની એક વર્ષની અંદર તેના પતિ સામે રેપની ફરિયાદ કરે તો હવે પતિ સામે બળાત્કારનો કેસ ચલાવી શકાશે. સુપ્રીમ કોર્ટે આ મામલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.