કાશ્મીરની ખરાબ હાલત જોઈને મને રડું આવે છેઃ રાહુલ 

કાશ્મીરની ખરાબ હાલત જોઈને મને રડું આવે છેઃ રાહુલ 

સિંગાપુરઃ રાહુલ ગાંધી હાલ સિંગાપુરમાં છે. અહીં તેમણેએ ભારતીય કોમ્યુનિટીને સંબોધિત કરી હતી. તેમણે સરકાર પર શાંતિ અને અમન ખતમ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાહુલે કહ્યું, ભારતીય સમાજ હાલમાં ધ્રુવીકરણના ખતરાનો સામનો કરી રહ્યું છે. 2014માં બીજેપીની સરકાર બન્યા બાદ જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો તો ત્યાંની સ્થિતિ જોઈને મને રડું આવી ગયું. મેં જોયું કે કઈ રીતે એક ખરાબ નિર્ણય કોઈની વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. રાહુલે દાવો કર્યો કે કોંગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતું ત્યાં સુધી સમાજમાં સંતુલન રાખવા માટે કામ કરતી હતી અને આવનારા સમયમાં 'નવી કોંગ્રેસ' તેને ચાલુ રાખશે.