રાજનાથ શ્રીનગરમા, અનંતનાગમાં આતંકી હુમલામાં પોલીસકર્મી શહીદ

રાજનાથ શ્રીનગરમા, અનંતનાગમાં આતંકી હુમલામાં પોલીસકર્મી શહીદ

શ્રીનગર: અનંતનાગમાં એક બસ-સ્ટેન્ડ પાસે પોલીસ પર આતંકી હુમલો થયો. આ આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે જ્યારે બે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો ગૃહ મંત્રી રાજનાથ સિંહ રવિવારે જે સ્થળે મીટિંગ કરવાના છે ત્યાંથી માત્ર 500 યાર્ડના અંતરે જ થયો છે. રાજનાથ સિંહ શનિવારે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીરની 4 દિવસની યાત્રા પર છે. શનિવારે તેઓ સીએમ મહેબૂબા મુફ્તીને પણ મળ્યા હતા. આ મુલાકાતમાં તેઓ રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવશે.
બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર કર્યો હતો. શનિવાર સવારે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો. બારામુલ્લા પછી પૂંછમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘન થયું. એલઓસી પાસે નાના હથિયારો, ઓટોમેટિક્સ અને મોર્ટારથી ગોળીબાર થયો જેનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો.