રાહુલ મારા પણ બોસ છે : સોનિયા ગાંધી

રાહુલ મારા પણ બોસ છે : સોનિયા ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પાર્ટી નેતાઓએ સ્પષ્ટ કહી દીધું કે રાહુલ ગાંધી હવે મારા પણ બોસ છે. તેમાં કોઈ શંકા ન હોવી જોઇએ. જોકે હાલ પાર્ટીમાં કોઈએ રાહુલ સામે સવાલો ઊભા કર્યા નથી પરંતુ એવું મનાય છે કે સોનિયાનું આ નિવેદન કેટલાક અસંતુષ્ટ નેતાઓ માટે મોટો સંદેશ છે. કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠકમાં સોનિયાએ આશા વ્યક્ત કરી હતી કે પાર્ટીના નેતાઅો અને કાર્યકર્તાઓ એ જ સમર્પણ અને વફાદારીથી રાહુલ સાથે મળીને કામ કરશે જેવી રીતે 19 વર્ષ સુધી તેમની સાથે કર્યુ હતું.