આર કે શુક્લાની CBIનાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ

આર કે શુક્લાની CBIનાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ

ઋષિ કુમાર શુક્લાની નવા સીબીઆઈ ડાયેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ 1983 બેચનાં IPS અધિકારી છે અને મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિયામક પણ રહી ચુક્યા છે. સરકારે તેમની સીધી નિમણૂક કરી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાનની આગેવાની વાળી બેઠકે બીજી વખત પણ બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં તપાસ એજન્સીનાં ડાયરેક્ટર પદ પરની નિમણૂક અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. અત્રે ઉલ્લેખનિય છે કે તત્કાલિન CBIના ડાયરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આ પદ ખાલી હતું.