વડાપ્રધાન દલિત વિરોધી છે, 2019માં સાથે મળીને હરાવીશું: રાહુલ 

વડાપ્રધાન દલિત વિરોધી છે, 2019માં સાથે મળીને હરાવીશું: રાહુલ 

SC-ST એક્ટ અને આરક્ષણને લઇને મોદી સરકારથી નારાજ દલિત સમુદાય આજે દેશભરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને CPI(M) નેતા સીતારામ યેચુરી પણ જંતર-મંતર પર પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મોદી સરકારને આડે હાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના દિલમાં દલિતો માટે કોઇ સ્થાન નથી. પીએમ મોદીની વિચારસરણી દલિત વિરોધી છે. આપણે બધા મળીને 2019માં મોદીને હરાવશું. કોંગ્રેસે હંમેશાથી SC/ST એક્ટની રક્ષા કરી છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના જે રાજ્યોમાં બીજેપીની સરકાર છે ત્યાં દલિતો પર અત્યાચાર થઇ રહ્યાં છે. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે દલિતોને સફાઇ કરવામાં આનંદ મળે છે. રાહુલે કહ્યું કે આ મોદીના પોતાના વિચાર છે. ઉલ્લેખનીય છે કે દલિત સંગઠનોએ 9 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કર્યું હતું પરંતુ પાછળથી ફક્ત ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.