હિમાચલમાં 9 નવેમ્બરે મતદાન, 18 ડિસેમ્બરે પરિણામ; ગુજરાતની જાહેરાત નહીં

હિમાચલમાં 9 નવેમ્બરે મતદાન, 18 ડિસેમ્બરે પરિણામ; ગુજરાતની જાહેરાત નહીં

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગુરૂવારે સાંજે 4 વાગ્યે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી એક જ ફેઝમાં યોજવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્યમાં 9 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 18 ડિસેમ્બરનાં રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તમામ બૂથ પર દેશમાં પહેલી વખત VVPATનો ઉપયોગ થશે. જોકે, ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી ન હતી ત્યારે એક અટકળ મુજબ આવતા સપ્તાહે ગુજરાત ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં અને ગુજરાત સરકારનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.