પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝમાં ઘટાડો કરવામાં નહીં જ આવે : અરૂણ જેટલી

પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝમાં ઘટાડો કરવામાં નહીં જ આવે : અરૂણ જેટલી

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સોમવારે પેટ્રોલ, ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનકારક હોઈ શકે છે. તેની સાથે તેમણે નાગરિકોને કહ્યું કે તે પોતાના ભાગના કર 'ઈમાનદારી'થી ભરે, જેનાથી પેટ્રોલિયમ પદાર્થો પર મહેસૂલના સ્રોત તરીકે નિર્ભરતા ઘટી શકે. ફેસબુક પર જેટલીએ લખ્યું, માત્ર નોકરિયાત વર્ગ જ તેમના ભાગનો કર ચૂકવે છે. મોટા ભાગના અન્ય લોકોએ તેમનો ટેક્સ ચૂકવવાનો રેકોર્ડ સુધારવાની જરૂર છે. આ જ કારણ છે કે ભારત અત્યાર સુધી એક શિસ્તવાળો સમાજ બની શક્યો નથી. જેટલીએ કહ્યું કે, રાજકારણીઓ અને ટીકાકારોને મારી અપીલ છે કે બિનક્રૂડ કર શ્રેણીમાં ચોરી અટકવી જોઈએ. જો લોકો ઈમાનદારીથી કર ચૂકવશે તો કરવેરા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભરતા ઘટાડી શકાશે. હાલ મધ્યમથી લાંબા સમયમાં રાજકોષીય ગણિતમાં કોઈ પણ ફેરફાર પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.