પેટ્રોલ-ડીઝલ સસ્તા નહીં થાય, એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રોડ સેસ વધારી દીધો

પેટ્રોલ-ડીઝલ સસ્તા નહીં થાય, એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રોડ સેસ વધારી દીધો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 2 રૂપિયા ઘટાડી છે. પરંતુ 8 ટકા રોડ સેસ લગાવી દીધો છે. ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું કે, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને તેને સેસમાં કન્વર્ટ કરી દીધી છે. પરંતુ, તેનો ફાયદો સીધી રીતે કસ્ટમર્સને નહીં મળે. અઢિયાના નિવેદનનો અર્થ એવો થયો કે સામાન્ય જનતાને એક્સાઇઝ ડ્યૂટી ઘટવાનો ફાયદો નહીં મળે, એટલે કે પેટ્રોલ-ડિઝલ સસ્તાં નહી થાય. 2 રૂપિયાની બેસિક એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો, 6 રૂપિયાની એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી ખતમ કરી. તેના બદેલ 8 રૂપિયા પ્રતિ લીટર રોડ સેસ લગાવી દીધો. 8 રૂપિયાનો ફાયદો થઇ શકતો હતો, પરંતુ આ ફાયદો રોડ સેસમાં જતો રહેશે. અઢીયાએ કહ્યું કે, આ સેસથી જે પૈસા સરકારની પાસે આવશે તેનો ઉપયોગ નવા હાઇ વે અને રોડ બનાવવા તથા તેના મેન્ટેનન્સમાં થશે.