હિમાચલમાં સિઝનમાં પલટો, બુધવારે 6 ઇંચ હિમવર્ષા નોંધાઇ

હિમાચલમાં સિઝનમાં પલટો, બુધવારે 6 ઇંચ હિમવર્ષા નોંધાઇ

કુલુ : હિમાચલમાં બુધવારે સિઝનમાં પલટો જોવા મળ્યો હતો. લાહૌલ-સ્ફીતિ અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. કેલાંગમાં 4 ઇંચ, રોહતંગમાં 1 ફૂટ, સોલંગનાલામાં 3 ઇંચ, મંઢીમાં 6 ઇંચ, ગુલાબોમાં 3 ઇંચ જ્યારે લાહૌલ-સ્ફીતિના જિસ્ટા અને કોઠીમાં એક ઇંચ હિમવર્ષા નોંધાઇ હતી. જોકે, હિમવર્ષાના કારણે ખેડૂતો, માળીઓ તેમજ પર્યટન વ્યાવસાયિકો ખુશ છે. રાજધાની શિમલામાં વરસાદ પડ્યો હતો.