લાહોરના શાદમાન ચોકનુ નામ શહિદ ભગતસિંહ કરાશે, પાકિસ્તાનની કોર્ટનો આદેશ

લાહોરના શાદમાન ચોકનુ નામ શહિદ ભગતસિંહ કરાશે, પાકિસ્તાનની કોર્ટનો આદેશ

દેશમાં એક તરફ સમલૈંગિકતા પર સુપ્રીમ કોર્ટે આપેલા ઐતહાસિક ચુકાદાની ચર્ચા છે ત્યારે પાકિસ્તાનની એક અદાલતે પણ શકવર્તી ચુકાદો આપીને લાહોર જિલ્લા તંત્રને શાદમાન ચોકનુ નામ બદલીને શહિદ ભગતસિંહ ચોક રાખવાનો હુકમ કર્યો છે.

લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ શાહિદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધયક્ષ ઈમ્તિયાઝ રાશીદ કુરૈશીએ કરેલી પિટિશનની સુનાવણી બાદ ઉપરોક્ત ચુકાદો આપતા કહ્યુ હતુ કે લાહોરના સત્તાધીશો કાયદાની મર્યાદામાં રહીને શાદમાન ચોકનુ નામ બદલીને ભગતસિંહ ચોક કરે.

તેમણે કહ્યુ હતુ કે ભગતસિંહ એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમણે આઝાદી માટે પોતાના સાથીદારો સાથે બલિદાન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાએ પણ ભગતસિંહને શ્રધ્ધાંજલી આપી હતી.