સમિટમાં ભાગ લેવા PM મોદી બ્રિટન જશે

સમિટમાં ભાગ લેવા PM મોદી બ્રિટન જશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં થઇ રહેલા 'કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ'ના શિખર સંમેલનમાં સામેલ થશે. આ સંમેલન 18-19 એપ્રિલના રોજ યોજાશે. મોદી 17 એપ્રિલના રોજ લંડન પહોંચશે અને અહીંયા ઘણા દ્વિપક્ષીય કાર્યક્રમોમાં હિસ્સો લેશે. આ દરમિયાન તેમના બે મુખ્ય પબ્લિક કાર્યક્રમ પણ છે. એક સાયન્સ મ્યુઝિયમ અને બીજો ક્રિસ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાશે. આ બંને જગ્યાઓની ગેસ્ટ લિસ્ટ પર ભારતીય વિદેશ મંત્રાલયની તીવ્ર નજર છે. મંત્રાલય આ વાત પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે કે વડાપ્રધાન આ કાર્યક્રમમાં ક્યાંક 9 હજાર કરોડની લોન ન ચૂકવનાર આરોપી વિજય માલ્યા સામેલ ન થઇ જાય.