ડેરામાં બીજા દિવસે તપાસમાં ગુફામાંથી સાધ્વી નિવાસ જતો રસ્તો મળી આવ્યો

ડેરામાં બીજા દિવસે તપાસમાં ગુફામાંથી સાધ્વી નિવાસ જતો રસ્તો મળી આવ્યો

સિરસા: ડેરા સચ્ચા સૌદામાં બીજા દિવસનું સર્ચ ઓપરેશન શરૂ છે. શનિવારે સવારે ડેરા પરિસરમાંથી ગેરકાયદેસર વિસ્ફોટકની ફેક્ટરી મળી આવ્યા બાદ તેને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત ડેરા નિવાસથી સીધો જ સાધ્વીઓના નિવાસ જતો રસ્તો પણ મળી આવ્યો છે. આજે ડેરાના સર્ચ દરમિયાન અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાવાની શક્યતા છે. સમગ્ર ડેરાને અર્ધ સૈનિક દળો અને પોલીસે કબજામાં લીધું છે. પ્રથમ દિવસના ઓપરેશન દરમિયાન અનેક ખુલાસા થયા હતા અને ડેરામાં સુરંગ હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી. આ સુરંગમાંથી ડેરાથી આપત્તિજનક સામાન બહાર મોકલવામાં આવી ચૂક્યો હોવાની શંકા છે. શુક્રવારે ઓપરેશન દરમિયાન ખબર પડી કે ગુરમીત રામ રહીમની ગુફા એક વૈભવી મહેલ છે. તેની ભવ્યતાએ સર્ચ ટીમને પણ આશ્ચર્યમાં નાંખી દીધી હતી.
ગુરમીત રામ રહીમના 12 એકરમાં ફેલાયેલા મહેલના ત્રીજા માળની તપાસ દરમિયાન એક સીક્રેટ ગુફા મળી છે. આ ગુફા પર નવી માટી નાંખવામાં આવ્યા બાદ ફાઇબર લગાવીને બંધ કરી દેવામાં આવી હતી. ટીમ ત્યાં સુધી પહોંચી ગઇ છે અને ત્યાંથી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સતીશ મેહરાના કહેવા મુજબ, શનિવારે સર્ચ દરમિયાન ડેરા નિવાસથી સાધ્વી નિવાસ જતો રસ્તો મળી આવ્યો છે. ટીમ આ અંગે વધુ તપાસ કરી રહી છે.