રાષ્ટ્રીય ફૂડ ખીચડીમાં 16 પ્રકારના પોષકતત્વો હોય છે

રાષ્ટ્રીય ફૂડ ખીચડીમાં 16 પ્રકારના પોષકતત્વો હોય છે

રાષ્ટ્રિય ફૂડનો દરજ્જો પામનાર ખીચડી મોટાભાગના ગુજરાતીઓ માટે  મનપસંદ વાનગી છે.ખીચડી  લગભગ તમામ ઘરોમાં બને છે.ખીચડી પચવામાં હલકી અને સ્વાસ્થ્ય માટે સારી હોવાનુ તો માનવામાં આવે જ છે પણ એમ એસ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગમાં પહેલી વખત ખીચડીમાં રહેલા પોષક તત્વોનુ એનાલિસિસ કરવામાં આવ્યુ હતુ.

જેમાં એવુ રસપ્રદ તારણ નિકળ્યું છે કે ખીચડીમાં અલગ અલગ ૧૬ પ્રકારના પોષક તત્વો રહેલા છે. જેમાં પ્રોટિન, અલગ અલગ પ્રકારના વિટામીનની સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટસનો પણ સમાવેશ થાય છે. મૂળે રાજકોટના પણ છેલ્લા કેટલાક વખતથી વડોદરામાં રહેતા જગદીશભાઈ જેઠવા પેઢી દર પેઢીથી ખવાતી દેશી વાનગીઓને જુની ઢબની પધ્ધતિથી બનાવવાનો શોખ છે. તેમણે ખીચડીનુ ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગમાં એનાલિસિ કરાવ્યુ હતુ.