મોદી-મેક્રોન વારાણસી જશે, 1500 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે

મોદી-મેક્રોન વારાણસી જશે, 1500 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે

વારાણસીઃ પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે વારાણસી પહોંચશે. બંને ઉત્તરપ્રદેશમાં સાડા પાંચ કલાક વિતાવશે. આ દરમિયાન બંને નેતાઓ રાજ્યભરમાં લગભગ 1500 કરોડથી વધુના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તેવી શક્યતાઓ છે. પીએમ મોદી વારાણસીમાં બનનારા 1000ની ક્ષમતાવાળા વિધવા આશ્રમનું પણ એલાન કરી શકે છે. મોદી ભારત મુલાકાતે આવેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પણ ભવ્ય મહેમાનગતિ કરશે. આ ઉપરાંત તેમને હોડીમાં ગંગાની સફર કરાવશે અને વારાણસીના ઘાટ દેખાડશે. બંને નેતાઓની મુલાકાતને લઈને વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તો સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે કેટલાંક કાર્યક્રમો રદ પણ થઈ શકે છે.