યુપી : ઝાંસીની મેડિકલ કોલેજે દર્દીના કપાયેલા પગને જ તેનું ઓશિકું બનાવી દીધું

યુપી : ઝાંસીની મેડિકલ કોલેજે દર્દીના કપાયેલા પગને જ તેનું ઓશિકું બનાવી દીધું

ઝાંસી: યુપીમાં ઝાંસીની મેડિકલ કોલેજમાં ડોક્ટરોએ બસ ક્લીનરના કપાયેલા પગને તેના માથા નીચે મૂકી ઓશિકું બનાવી દીધું. માર્ગ દુર્ઘટનામાં ક્લીનર ઘનશ્યામ(ઉંમર 25 વર્ષ)નો પગ કપાઇ ગયો હતો. તેને ઝાંસીની મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. જ્યાં ડોક્ટરોએ માનવતા ચુકીને ક્લીનરના કપાયેલા પગને તેના માથા નીચે મૂકી ઓશિકું બનાવી દીધું હતું.