સેનાનો મેજર જનરલ યૌન શોષણ કેસમાં દોષીત

સેનાનો મેજર જનરલ યૌન શોષણ કેસમાં દોષીત

આર્મીનાં જનરલ કોર્ટ માર્શલનાં રવિવારે એક મેજર જનરલ 2 વર્ષ જૂના યૌન શોષણ કેસમાં દોષીત સાબિત થયો હતો. આર્મી કોર્ટે અધિકારીને બરતરફ કરવાની તજવીજ હાથ ધરવાના આદેશ કરી દીધા છે. મેજર જનરલે ભૂતકાળમાં સેનાના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સેનાના અધિકારી મુજબ લેફટનન્ટ જનરલ રેન્કનાં અધિકારીની આગેવાનીમાં JCMએ રવિવારે બપોરે 3.30 કલાકે આ ચુકાદો આપ્યો હતો. આર્મી એક્ટ 45 સેનાનાં કોઈ પણ અધિકારીની ગેરવર્ણતૂક માટે છે. 354-Aમાં યૌન શોષણ અંગેનો છે. JCMની ભલામણ સેના પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે. આ ઉચ્ચઅધિકારીઓને સજાને બદલવાનો અધિકાર છે.