મહારાષ્ટ્રના CMનું હેલિકોપ્ટર ચોથીવાર ક્રેશ થયું

મહારાષ્ટ્રના CMનું હેલિકોપ્ટર ચોથીવાર ક્રેશ થયું

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હેલિકોપ્ટરને ગુરૂવારે મુંબઇના ભાયંદર વિસ્તારમાં અકસ્માત થયું હતું. પાઇલટ જ્યારે તેને સ્કૂલ ગ્રાઉન્ડના હેલિપેડ પર ઉતારી રહ્યો હતો, ત્યારે તેને અચાનક સામે કેબલ દેખાયો. પાઇલટે સમજદારી દાખવી અને લેન્ડીંગ પુરી થતાં પહેલાં ચોપરને ઉપર લઇ લીધું. આ પ્રકારે આ ઘટના ટળી ગઇ અને હેલિકોપ્ટરમાં બેઠેલા સીએમ ચોથીવાર અકસ્માતમાં માંડ-માંડ બચ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ તેમની સાથે હતા. નિતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે ઘોડબંદર વિસ્તારમાં બની રહેલા વર્સોવા બ્રિજનું ભૂમિપૂજન કર્યુ. ત્યારબાદ તેનું હેલિકોપ્ટર બપોરે એક વાગ્યે ભાયંદરના એક સ્કૂલ ગ્રાઉન્ડ પર બનેલા હેલિપેડ પર ઉતરવાનું હતું. કાર્યક્રમ પુરો થયા બાદ તેઓ બંને પોતાની કારથી મુંબઇ રવાના થયા હતા.