કરૂણાનીધિના સમર્થકો બેકાબુ બન્યા, અંતિમદર્શનમાં ભાગદોડઃ 2ના મોત, 40 ઘાયલ

કરૂણાનીધિના સમર્થકો બેકાબુ બન્યા, અંતિમદર્શનમાં ભાગદોડઃ 2ના મોત, 40 ઘાયલ

દક્ષિણની રાજનીતિના સ્તંભ કહેનારા ડીએમકે પ્રમુખ કરૂણાનીધિ હવે આ દુનિયામાં રહ્યા નથી. ગઇકાલે સાંજે કરૂણાનીધિએ 94 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતાં, તેમના નિધનની સાથે જ સંપૂર્ણ તામિલનાડુમાં શોકની લહેર છે. ડીએમકે સમર્થકો તેના દુઃખમાં બેકાબુ થઇ રહ્યા છે. કરૂણાનીધિના પાર્થિવ શરીરને પણ ચેન્નાઇના રાજાજી હોલમાં અંતિમદર્શનમાટે રાખવામાં આવ્યો છે. સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજાજી હોલમાં ભાગદોડ દરમિયાન બેના મોત અને ૪૦ને ઇજા થઇ છે. તમામને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ચેન્નાઇના પ્રખ્યાત મરીના બીચ પર તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. કરૂણાનિધિના અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી અરજીની સુનાવણી દરમિયા મોટી સંખ્યામાં લોકો હાઇકોર્ટની બહાર ઊભા હતા. બીજી તરફ રાજાજી હોલની બહાર પણ સમર્થકો કાબુ બહાર થતા નજરે ચડે છે. લોકો પોતાના થલઇવાના દર્શન કરવા માટે ગમે તે પ્રકારે રાજાજી હોલમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે ડીએમકે સુપ્રીમો કરૂણાનિધિના અંતિમ દર્શન કરવા માટે વડાપ્રધાન મોદી રાજાજી હોલ પહોંચ્યા હતા. કરૂણાનિધિને શ્રદ્ઘાંજલિ આપવા માટે રાજયસભા અને લોકસભાની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરાઇ છે.