SCO શિખર સંમેલનમાં PM મોદીએ સુરક્ષાનો SECURE મંત્ર આપ્યો

SCO શિખર સંમેલનમાં PM મોદીએ સુરક્ષાનો SECURE મંત્ર આપ્યો

વડાપ્રધાન મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના બીજા દિવસે વેલકમ સેરેમનીમાં ભાગ લેવા પહોચ્યા હતા. તેઓ અહિં સતત બીજા દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. જે બાદ SCOના તમામ 8 સભ્ય દેશના નેતાઓએ સામૂહિક ફોટો સેશનમાં ભાગ લીધો હતો. મોદીએ પ્લેનરી સેશનમાં કહ્યું કે ભારતમાં માત્ર 6% પર્યટક જ SCO દેશમાંથી આવે છે, તેને વધારી શકાય છે. આ તબક્કે તમામ નેતા સાથે સમજૂતી કરશે અને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. સંબોધન દરમિયાન તેઓએ SCO સભ્ય દેશને સંબોધિત કરતાં કહ્યું કે પડોસિઓ સાથે કનેક્ટિવિટી પર ભારત જોર આપી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તે માટે તેઓએ એક મંત્ર પણ આપ્યો, જેને તેઓએ SECURE નામ આપ્યું. તેઓએ કહ્યું કે સુરક્ષા માટે 6 પગલાં ઉઠાવવા જરૂરી છે. સાથે જ આતંકવાદથી પીડિત અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો