INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ઈડીએ પહેલીવાર પૂછપરછ કરી 

INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ઈડીએ પહેલીવાર પૂછપરછ કરી 

ઈડીએ આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની પૂછપરછ કરી હતી. ચિદમ્બરમ સવારે 11 વાગ્યે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. ઈડી અધિકારીઓએ તેમની અનેક મુદ્દાઓ પર પૂછપરછ કરી હતી. તેમાં એફઆઈપીબી દ્વારા આઈએનએક્સ મીડિયાને 2007માં અપાયેલ મંજૂરી વિશે પણ સવાલ કરાયા હતા. ઈડીએ કહ્યું કે તેમના દીકરાના વ્યાપારિક હિતોને ધ્યાનમાં રાખીને સવાલ કરાયા હતા. ઈડીએ પીટર મુખર્જી દ્વારા કાર્તિ પી.ચિદમ્બરમના નિયંત્રણ હેઠળની એએસસીપીએલ તથા તેની સાથે સંકળાયેલા એકમોની હેરફેર કરીને ડેબિટ નોટ્સના માધ્યમથી 3.09 કરોડ રૂપિયાની ચુકવણીની ઓળખ કરી હતી.