ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને હાઇકોર્ટમાંથી રાહત મળી 

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને હાઇકોર્ટમાંથી રાહત મળી 

ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે લૂણી પોલીસ ચોકીમાં ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર વિરુદ્ધ ટ્વિટર પર અપશબ્દો લખવાના આરોપ લાગ્યો હતો. જેમાં સર એફઆઇઆર કરવામાં આવી હતી જે સામે રાજસ્થાન હાઇકોર્ટે તેને રાહત આપી છે. ન્યાયાધીશ વિજય વિશ્નોઇએ હાર્દિક પટેલની વિનંતી માન્ય રાખી છે. આ સાથે આગળની કાર્યવાહી સુધી પોલીસને કોઇપણ કાર્યવાહી ન કરવાનો આદેશ કરાયો છે. હવે તા. 31મીના રોજ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાર્દિક પંડ્યાની જે ટ્વિટર ધ્યાનમાં રાખી એફઆઇઆર કરવામાં આવી હતી તે ટ્વિટર સાથે હાર્દિક પંડ્યાને કોઇ લેવા દેવા ન હતી કારણ કે તે બોગસ ટ્વિટર એકાઉન્ટ હતું.